Saturday, 27/11/2021
Dark Mode

સુખસર પોલીસે કતલખાને જતી ચાર ભેંસો બચાવી:બે આરોપીઓની ધરપકડ.

સુખસર પોલીસે કતલખાને જતી ચાર ભેંસો બચાવી:બે આરોપીઓની ધરપકડ.

 બાબુ સોલંકી :- સુખસર 

  • સુખસર પોલીસે કતલખાને જતી ચાર ભેંસો બચાવી:બે આરોપીઓની ધરપકડ.
  •   કતલખાને જતી ૪ ભેંસોની કિંમત ૨૦ હજાર તથા બોલેરો પીકપ ગાડી ની કિંમત ત્રણ લાખ મળી કુલ ૩.૨૦ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.
  •  ચાર ભેંસોને ખીચોખીચ ક્રૂરતા પૂર્વક ભરી સુખસર થી લીમડી તરફ કતલખાને લઈ જવાઈ રહી હોવાની બાતમીને આધારે સુખસર પોલીસે વોચ ગોઠવી ઝડપી હતી. 
  •  સુખસર પોલીસે કતલખાને જતી ૪ ભેંસોને બચાવી ગોધરા પરવડી ખાતે આવેલ ગૌશાળામાં મોકલી અપાઇ.

 સુખસર,તા.૧૫

    ફતેપુરા તાલુકામાંથી પસાર થતા રસ્તાઓ ઉપરથી અવાર-નવાર કતલખાને લઈ જવામાં આવતા પશુઓ ઝડપાઇ જવાના કિસ્સા બને છે.તેવી જ રીતે બુધવારના રોજ સુખસર વિસ્તારમાંથી લીમડી તરફ ચાર ભેંસોને બોલેરો પિકઅપ ડાલામાં ખીચોખીચ ભરી લીમડી તરફ કતલખાને લઈ જવામાં આવનાર હોવાની સુખસર પોલીસને બાતમી મળતા આફવા ગામે રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા.તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકપ ડાલુ આવતા તેને ઉભુ રાખી તપાસ કરતા તેમાંથી ચાર ભેંસો મળી આવી હતી. જે પોલીસે કબજે લઇ તેમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

     પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એન.પી સેલોત તથા સ્ટાફ સુખસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે,સુખસર થી લીમડી તરફ કતલ કરવાના ઇરાદે એક સફેદ કલરની પીકપ ડાલામાં પશુઓ ખીચોખીચ ક્રૂરતા પૂર્વક ભરી લીમડી તરફ લઈ જવામાં આવનાર છે,ની માહિતી મળતા બાતમીના આધારે પોલીસે બે પંચના માણસો સાથે રાખી વાતની હકીકત થી વાકેફ કરી આફવા ગામે રોડ ઉપર વોચમાં ઊભા રહેલ.તે દરમિયાન સુખસર તરફથી એક બાતમી વાળી સફેદ કલરની પીકપ ગાડી આવતા તે ગાડીને પોલીસે ઉભી રાખવાનો ઈશારો કરતા આ બોલેરો પીક-અપ ડાલુ ઉભું રાખેલ.જ્યારે આ ગાડી નો નંબર જોતાં જીજે.૨૦.વી- ૮૮૨૩ હતો જ્યારે આ પીકપ ગાડીના ચાલકનું નામ પુછતા ચાલકે પોતાનું નામ રાકેશભાઈ સમુડાભાઈ ડીંડોર રહે. પીપલેટ તા.ઝાલોદ જ્યારે સાથેના કલીનરનું નામ પુછતા પોતાનું નામ સંદીપભાઈ ફતેસિંહ ડામોર રહે. ચાકલીયા,તા.ઝાલોદ જિલ્લો.દાહોદ નો હોવાનું જણાવેલ.જ્યારે આ ગાડી ના પાછળના ભાગે જોતા પિકઅપ ડાલાને લાકડાના પાટીયા મારેલ હોય પંચો રૂબરૂ ખસેડી જોતા પીકપ ગાડી માં જોતા ભેસો નંગ ચાર ને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર મોઢાના ભાગે તથા પગના ભાગે ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક દર્દ થાય તે રીતે બાંધી રાખેલ મળી આવેલ.જેથી આ પિકઅપ ડાલામાં ભરેલ ભેંસોની પંચો રૂબરૂ એક ભેંસ ની કિંમત રૂપિયા ૫,૦૦૦/- ગણી ચાર ભેંસો ની કિંમત ૨૦,૦૦૦/- તથા પીકપ ગાડીની કિંમત રૂપિયા ૩ લાખ કુલ મળી રૂપિયા ૩ લાખ ૨૦ હજાર નો મુદ્દામાલ સુખસર પોલીસે ઝડપી ગાડીને તપાસ અર્થે કબજે કરી ચાર ભેંસોને ગોધરા પરવડી ખાતે આવેલ ગૌશાળામાં મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે કતલખાને જતી ભેંસોનું વહન કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

    ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે રાકેશ સમુડા ભાઈ ડીંડોર તથા સંદીપ ફતેસિંહ ડામોર ની વિરુદ્ધમાં કલમ-૨૭૯ તથા ધી ગુજરાત પ્રાણી ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧) (ડી)(ઈ) (એચ) (એફ) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.જોકે કેટલાક પશુપાલકો પોતાના પશુઓનો ઉછેર કરી પશુનો દૂધ માટે તથા ખેતી માટે ઉપયોગ કરે છે.જ્યારે તેજ પશુ ઘરડું થાય છે ત્યારે પશુપાલક જાણતા હોવા છતાં નજીવી કિંમતે આ પશુઓને કતલખાનાનાં દલાલોને વેચાણ કરી દેતા હોય છે. ત્યારે કતલખાના ઓને પ્રોત્સાહન આપનાર ખાસ કરીને પશુપાલકો સામે તથા કતલખાનાઓ સુધી પહોંચાડવામાં મદદગારી કરતા લોકોની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.પરંતુ ઘરડા પશુઓને કતલખાને મોકલવામાં ખાસ ભાગ ભજવતા પશુપાલકોને ઉની આંચ આવતી નથી અને તેઓ કતલખાના ઓને જીવંત રાખવા મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે તેઓ કાયદાના ચુંગાલમાંથી છુટવા જોઇએ નહીં. અહીંયા જણાવી દઈએ કે ઇંગ્લિશ દારૂ રાજસ્થાન,મધ્યપ્રદેશ કે અન્ય રાજ્યના કયા વ્યાપારી પાસેથી ખરીદ કરવામાં આવ્યો છે?તેની તપાસ થાય છે.અને તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે છે.તો ગેરકાયદેસર કતલખાનાઓમાં પશુઓ મોકલતા પશુપાલકો,પશુઓની હેરાફેરીમાં સંકળાયેલા દલાલો તથા કતલખાના માલિકો સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? કે પછી છીંડે નીકળ્યો તે ચોર નીતિ અપનાવવામાં આવે છે?

error: Content is protected !!