દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર ટ્રેકટરમાં કપચી આડમાં સંતાડી ને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:પોલીસે 4.74 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી 

Editor Dahod Live
1 Min Read

ગૌરવ પટેલ :- લીમખેડા 

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર ટ્રેકટરમાં કપચી આડમાં સંતાડી ને લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:પોલીસે 4.74 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી 

લીમખેડા તા.03

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે બાતમીના આધારે ટ્રેક્ટર માં કપચીની આડમાં સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક  વ્યક્તિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. પોલીસે  ભારતીય બનાવટના વિદેશી દારુ તેમજ ટ્રેક્ટર ટ્રોલી મળી કુલ 4,74,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

દાહોદ તાલુકાના વડબારા ગામના સૈનિક ફળિયાના રહેવાસી દિતુભાઇ સિસકાભાઈ મીનામાં પોતાના કબ્જા હેઠળના GJ-24-B-5178 નંબરના ટ્રેક્ટરમાં કપચી આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી સતરોડ તરફ જઈ રહ્યો હતો. તેં સમયે રસ્તામાં દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે બાતમીના આધારે ટ્રેક્ટર ને ઉભું રાખી તલાશી લેતા કપચીની આડમાં સંતાડેલ  ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 પેટીઓની 2880 બોટલો મળી 3,74,400 નો દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ  60 હજાર કિંમતનો ટ્રેક્ટર,40 હજારની ટ્રોલી મળી કુલ 4,74,400 નો મુદામાલ જપ્ત કરી દારૂની હેરફેરમાં સામેલ બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Share This Article