ઝાલોદમાં યુવકે 30 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો:યુવતીએ ઉંદર મારવાની દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ.

Editor Dahod Live
1 Min Read

દાહોદ

ઝાલોદ તાલુકાની 30 વર્ષીય યુવતીને ડુંગરી ગામના યુવકે પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી યુવતીને ધાક ધમકીઓ આપી ત્રણ વખત ગર્ભપાત કરાવી છેલ્લે લગ્ન કરવાનું ના પાડતા આઘાતમાં આવેલી યુવતીએ મોતને વ્હાલું કરવા માટે ઉંદર મારવાની દવા ગટગટાવી આપઘાતનું પગલું ભર્યાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના રહેવાસી રાકેશ નટવર ખાંગુડા નામક યુવકે ઝાલોદ તાલુકાની 30 વર્ષીય યુવતી જોડે 9 વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં બંધાયો હતો.ત્યાર બાદ યુવકે પોતાની હવસ સંતોષવા 9 વર્ષના સમયગાળા દરમિયાન યુવતીને લગ્ન કરવાનો ઝાસો આપી અવારનવાર યુવતી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી ધાક ધમકીઓ આપી ત્રણ વખત ગર્ભપાત કરાવ્યો હતો.ત્યારબાદ આ યુવકે છેલ્લે યુવતી જોડે લગ્ન કરવાની ના પાડી દેતા નાસીપાસ થયેલી યુવતીએ જીવન ટૂંકાવી લેવાનું મનોમન નક્કી કરી ઉંદર મારવાની દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.ત્યારબાદ યુવતીના પરિવાર જનોએ યુવતીને સારવાર અર્થે દવાખાને ખસેડી હતી.અને આ સંબંધે પોલીસને જાણ કરતા પોલીસે યુવતીને આત્મહત્યાંનું કારણ યુવતીને પૂછતાં તેને પોતાની આપવીતી પોલીસને બતાવતા પોલીસે દુષ્કર્મ આચનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article