Wednesday, 16/06/2021
Dark Mode

ગરબાડા તાલુકાના સહાડા ગામે કાર ચાલકે બે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલક મોતને ભેટ્યો:અન્ય એક ઇજાગ્રસ્ત

ગરબાડા તાલુકાના સહાડા ગામે કાર ચાલકે બે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલક મોતને ભેટ્યો:અન્ય એક ઇજાગ્રસ્ત

 વનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા તાલુકાના સહાડા ગામે બે બાઇક તેમજ એક ફોર વહીલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત:એક ઈજાગ્રસ્ત

દાહોદ ગરબાડા હાઇવે પર ગરબાડા તાલુકાના સહાડા ગામ પાસે ફોર વ્હીલર કાર નંબર જીજે ૦૧ એચપી ૪૫૮૮ પુર ઝડપે ગલત ફલત રીતે હંકારી લાવતા બે બાઇકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને એક બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફોર વ્હીલર ચાલક તેમજ તેમાં સવાર એક વ્યક્તિ ઘટના સ્થળે થી નાસી ગયા હતા તેમ જાણવા મળ્યું હતું.

ગરબાડા પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

error: Content is protected !!