સંતરામપુર તાલુકાના પાદરડી અડોર ગામે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત.. 

Editor Dahod Live
1 Min Read

સંતરામપુર તાલુકાના પાદરડી અડોર ગામે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત.. 

સંતરામપુર તા. ૨૦ 

સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે નાડ ફળિયામાંથી ઈશ્વરભાઈ મછર અને કિરણભાઈ મચ્છર પોતાના ઘરેથી મોટરસાયકલ ઉપર ઉંબે ટેકરા ગામે ડેરી ઉપર દૂધ ભરવા ગયા હતા પાદેડી ગામે પેટ્રોલ પંપ ની સામે જ કિરણભાઈ અને ઈશ્વરભાઈ બાઈક ચલાવીને આવી રહેલા તે દરમિયાનમાં અચાનક સામેથી પૂરજોશમાં ૮૫ ૪૫ નંબરની ગાડી ના ચાલક એકસીડન્ટ કર્યો હતો પૂર જોશમાં અને બેદરકારીથી ગાડી ચલાવીને એકસીડન્ટ કરેલો હતો અને બંને વ્યક્તિને એક્સિડન્ટ કરીને ગંભીર ઈજા પહોંચાડેલી હતી. બંને બાઈક ઉપરથી પડી ગયા હતા ઈશ્વરભાઈએ પોતાના ઘરે મોબાઇલ દ્વારા વાત કરી કે મારું એક્સિડન્ટ થયું છે તાત્કાલિક તેમના પરિવાર દ્વારા દોડી આવેલા હતા તાત્કાલિક તેમના પરિવાર 108 બોલાવીને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં લાવવામાં આવેલા પરંતુ માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે બરોડા ખસેડવામાં આવેલા પરંતુ તે દરમિયાન જ તેમની ગંભીર ઇજા થવાના કારણે ઈશ્વરભાઈ અને કિરણભાઈ નું મોત નીપજેલું હતું પોલીસે બંને વ્યક્તિ આ પીએમ કરવામાં આવેલું હતું અને દોડી ગામ ની માહિતી મળતી માહિતી મુજબ બાઇક ચાલાક 85 45 નંબરના સામે પોલીસે ગુનો દાખલ કરીને ગુનો વધુ તપાસ હાથ ધરી ડેરી પર દૂધ ભરવા ગયેલા અને કાકો ભત્રીજો મોતને ભેટીય તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Share This Article