દાહોદ શહેરમાં નાઈટ કર્ફ્યુ તેમજ પોલીસના ચુસ્તપણે નાઈટ પેટ્રોલિંગની વચ્ચે બાઈકચોરો એક જ રાતમાં ત્રણ બાઈકોની ઉઠાંતરી કરતા ચકચાર,

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :-  દાહોદ

દાહોદ શહેરમાં બાઈકચોરોને મોકળું મેદાન…

 દાહોદ શહેરમાં નાઈટ કર્ફ્યુ તેમજ પોલીસના ચુસ્તપણે નાઈટ પેટ્રોલિંગની વચ્ચે બાઈકચોરો એક જ રાતમાં ત્રણ બાઈકોની ઉઠાંતરી કરતા ચકચાર,

બાઇક ચોર ટોળકી પોલીસ પકડથી દૂર

પોલિસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસમાં જોતરાઇ 

દાહોદ તા.૦૪

#Paid pramotion

sunrise public school contact us

દાહોદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જાણે મોટરસાઈકલ ચોર ટોળકીને મોકળુ મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરમાંથી વધુ ૦૩ મોટરસાઈકલો એકસાથે ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

 દાહોદ શહેરમાં આવેલ રાજે આર્કેટ, બાલાજી હોટલની બાજુમાંથી ગત તા.૦૨ જુનના રોજ આ વિસ્તારમાં રહેતાં સરવનન સીવાલીંગમ ગોંડર, જયેશભાઈ વિનોદચંદ્ર પંચાલ અને અન્ય એક વ્યક્તિની મળી કુલ ત્રણ મોટરસાઈકલો આ વિસ્તારમાથી રાત્રીથી લઈ સવારના અગીયાર વાગ્યાના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ત્રણેય મોટરસાઈકલોનો લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે સરવનન સીવાલીંગમ ગોંડર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

——————————-

Share This Article