Friday, 22/11/2024
Dark Mode

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યો

    રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા:- દાહોદ લાઈવ ડેસ્ક

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યો.

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યો પ્રેસવાર્તા દરમિયાન હત્યાકાંડની સિલસિલાબંધ વિગત આપતાં જિલ્લા પોલીસવડા 

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતા અને ઝાલોદ નગર પાલિકાના કાઉન્સીલર તેમજ પૂર્વ  ઉપ પ્રમુખ હિરેનભાઈ પટેલનોતારીખ ૨૭મી સપ્ટેમ્બરના રોજ શંકાસ્પદરીતે માર્ગ અકસ્માતના મોતના બનાવ બાદ રાજકીય આલમ સહિત દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.આ બનાવમાં આજરોજ જિલ્લા પોલીસવડાશ્રીએ કરેલ પ્રેસવાર્તામાં મર્ડર થયું હોવાના ખુલાસાઓ સાથેની સિલસિલાબંધ હકીકતો જાહેર કરતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝાલોદના આ ચકચારી આ મર્ડરના ગુન્હામાં ફિલ્મી સ્ટાઇલમાં સંડોવાયેલ મધ્યપ્રદેશના બે, ઝાલોદનો એક અને ગોધરાનો એક ઈસમ મળી કુલ જણાને 15 દિવસની ભારે મહેનત બાદ પોલીસે દબોચી લઈ પુછપરછનો ધમધમાટ આરંભ કરતાં રાજકીય અથવા તો અંગત અદાવતે સોપારી લઈ હિરેન પટેલને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવતા દાહોદ જિલ્લાવાસીઓ સહિત રાજકીય આલમમાં સ્તબ્ધતા સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઝાલોદના અજય કલાલે ઉપપ્રમુખની હત્યા માટે ગોધરા કાંડના આરોપીને 4 લાખ એડવાન્સ આપ્યા:ઘટના બાદ હિરેન પટેલના સમર્થનમાં કેમ્પઇનિંગ કરાયું

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યોઝાલોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.હિરેન પટેલ 

ઝાલોદના આ પૂર્વ ઉપ પ્રમુખનું મર્ડર કરવા ઝાલોદના અજય હિંમત કલાલે ૨૦૦૨ના ગોધરા કાંડનો આરોપી ઈરફાન સીરાજ પાડાને રૂા.૪ લાખ આપી સોપારી આપી હતી અને આઈરફાને મધ્યપ્રદેશના બે ઈસમોની મદદ લઈ આ મર્ડરને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસે ચારેય આરોપી પાસેથી બે ફોર વ્હીલર ગાડી તેમજ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપ ડાલા ગાડીની તપાસમાં પોલીસ જાેતરાયેલ છે. ઝાલોદ નગરના નગરજનો દ્વારા આ માર્ગ અકસ્માત નહીં પરંતુ પુર્વ આયોજીત કાવતરૂ રચી હિરેન પટેલને રાજકીય અને અંગત અદાવતે મોતને ઘાટ ઉતાર્યા આક્ષેપો સાથે પોલીસમાં જાહેરાત આપી હતી. પરંતુ પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા આ માર્ગ અકસ્માત નહીં પરંતુ મર્ડર હોવાની બુમો ઉઠતા અને “જસ્ટીસ ફોર હિરેન પટેલ નામે એક કેમ્પેઈન” શરૂ કરતાં મામલાની ગંભીરતા પોલીસે લીધી હતી

ઝાલોદ પાલિકા ઉપપ્રમુખના આંધળા ફેટલ અકસ્માતનોં ભેદ ઉકેલવા દાહોદ પોલિસ કામે લાગી:ડીજીપીના નિર્દેશ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દાહોદ પોલિસની મદદ માટે તપાસમાં જોતરાઈ

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યો

આંધળા ફેટલ અકસ્માતમાંથી મર્ડરનોં ભેદ ઉકેલનારી ટીમ તેમજ ચારેય આરોપી 

આ સમગ્ર ચકચારી મામલો ઉચ્ચસ્તરીય તપાસ માંગી લેતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બનાવથી છેલ્લા કેટલાક દિવસોથી નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ,ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિતેષ જાેયસર, ઝાલોદ નગરમાં જ્યાં હિરેન પટેલનો માર્ગ અકસ્માત સર્જાયો હતો.તે ક્રાઇમ સીનની મુલાકાત કરી હતી અને સાચું કારણ બહાર લાવવા તેમજ સઘળા પુરવા એકત્રીત કરવા દાહોદ એ.એસ.પી.સૈફાલી બરવાલ,ડી.વાય.એસ.પી.બી.વી.જાધવ, એલ.સી.બી.પોલીસ, સાઈબર ક્રાઈમ પોલીસ, એસ.ઓ.જી.પોલીસ વિગેરે ટીમોની અલગ અલગ રચના કરી હતી. ઝાલોદ નગરના દરેક જગ્યાના સીસીટીવી કેમેરાના ફુટેજાેના માધ્યમથી સતત કાર્યરત કરી મોનીટરીંગ દરમ્યાન ઝાલોદ, દાહોદ રોડ ઉપર બનાવ સ્થળ નજીક આવેલ પેટ્રોલ પમ્પ ઉપરના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ તેમજ અભ્યાસ કરતાં જાેવા મળેલ કે,બનાવ પહેલા એક સફેદ કલરની બોલેરો જીપ ગાડીની હીલચાલ શંકાસ્પદ જણાઈ હતી.અને સીસીટીવી ફુટેજમાં ત્રણ વખત અવર જવર થયાની હાજરી પ્રસ્થાપીત થઈ હતી. બીજા સીસીટીવી ફુટેજને ચેક કરતાં મૃતક હિરેન પટેલ મોર્નીંગ વોકમાં ચાલતા જતા જણાઈ આવ્યા હતા. અને તેઓની પાછળ ૫૦ મીટર દુર એક ઈસમ પણ ચાલતો મોર્નિંગ વોકમાં જણાઈ આવ્યો હતો.જે ઈસમને શોધી કાઢી તેની પુછપરછ કરતાં મૃતક હિરેનભાઈને સફેદ કલરની બોલેરો પીકઅપ ડાલા ગાડીએ ટક્કર મારી નાસી ગયો હોવાનું જણાવ્યું હતુ.આ બાદ પોલીસે આ વિસ્તારના રૂટ તરફના સીસીટીવી કેમેરાની તપાસ કરી પોલીસે જુદી જુદી ટીમો બનાવી મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિગેરે શહેરમાં અકસ્માતમાં ઉપયોગ થયેલ શંકાસ્પદ વાહનો તેમજ ઈસમોની તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનામાં મે.ડી.જી.પી.સા.ગુજરાત રાજ્ય, ગાંધીગનર દ્વારા અંગત રસ લઈ સતત સુચના અને માર્ગદર્શન પુરૂ પાડતા આ ગંભીર ગુનાને શોધી કાઢવા અમદાવાદ

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યોઘટના સ્થળનો ફાઈલ ફોટો

ક્રાઈમ બ્રાન્ચની ટીમોને પણ દાહોદ પોલીસ સાથે મદદમાં મોકલી આપી હતી.આ તમામ ટીમો દ્વારા શંકાસ્પદ સફેદ કલરની બોલેરો ગાડીની તેમજ મહિન્દ્રા પીઅકપ ડાલા ગાડીની માહિતી મેળવવા દાહોદ લીમડી વરોડ ટોલટેક્ષ ઉપર બનાવના દિવસે તપાસ કરતાં શંકાસ્પદ બોલેરો ગાડી દાહોદ તરફ પસાર થઈ હતી.અને ટોલટેક્ષ ઉપરથી સીસીટીવી ફુટેજાેમાં જણાઈ આવ્યું હતુ.જેમાં એમપી.09.સી.કે.4981નો નંબર પ્રસ્થાપિત થયેલ આ શંકાસ્પદ બોલેરો ગાડીના માલીક સુધી પહોચવા તાત્કાલીક એલ.સી.બી.,પેરોલ ફર્લોની ટીમોએ મધ્યપ્રદેશ ઉજ્જૈન જીલ્લાના મહેદપુર ગામેથી વાહન માલીકને શોધી કાઢેલ જેઓની પૂછપરછમા પોતાની બોલેરો ગાડી બનાવના દિવસ પહેલા અમદાવાદ ખાતે દવાખાનાની વર્ધીમા ડ્રાઇવર મોહંમદ સમીર મોહંમદ સહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.)નાઓ લઇ ગયેલ તેવી હકિકત જણાવતા ડ્રાઇવરને ઝડપી પાડી તેની પુછપરછમા સમગ્ર બનાવનો પર્દાફાશ થયેલ અને એલ.સી.બી.ની ટીમો ધ્વારા એમ.પી.ખાતેથી આ બનાવમા અંજામ આપનાર આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અકસ્માત મોતની તપાસમા આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ મૃતક હિરેનભાઇ પટેલને બોલેરો પીકઅપ ગાડીથી ટક્કર મારી મોત નિપજાવી મર્ડર કરેલાનું જાહેર થતાં આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકઝાલોદ વિભાગ ઝાલોદ નાઓએ સરકાર તરફે આરોપીઓ વિરૂધ્ધ ઝાલોદ પો.સ્ટે. ઇ.પી.કો કલમ.૩૦૨,૧૨૦બી મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.પોલીસે (૧) મહોમદ સમીર મહોમદ સહેજાદ મુજાવર રહે.મહેદપુર કેસરપુર (એમ.પી.) (ર) સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) (૩) ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે.ગોધરા (૪) અજય હિંમત કલાલ રહે.ઝાલોદની ધરપકડ કરી તેઓની પાસેથી ગુનામા રેકી કરવામા ઉપયોગમા લીધેલ વાહન (૧) બોલેરો ગાડી નં.એમ.પી.૦૯ સી.કે. ૪૯૮૧ (૨) ફોર્ડ ફીગો ગાડી નં-જી.જે. ૦૬ એફ.કે. ૪૫૬૮ અને (૩) મોબાઇલ ફોનો નંગ-૬ પણ કબજે લીધા છે.

ઝાલોદ પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખને મારી અને અકસ્માતમાં ખપાવવા માટે આરોપીઓએ આવી રીતે ઘટનાને અંજામ આપ્યો.

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યો

ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો

આ ગુનાનો મખ્ય સુત્રધાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાઓએ મૃતક હિરેન પટેલનાઓનું મર્ડર કરવા માટે અજય હિંમત કલાલ રહે.ઝાલોદ પાસેથી સોપારી લીધેલ અને ઇરફાન પાડાએ તેના એમ.પી.,ઉજજૈન જીલ્લાના મહેદપુર ગામના સાગરીતોનો સંપર્ક કરી કાવતરૂ રચી તેઓને રૂ.૪ લાખ એડવાન્સ આપી બનાવના દિવસે વહેલી સવારના એમ.પી. ખાતેથી આવી મૃતક ના ઘરની તેમજ મોર્નીંગ વોક ઉપર નિકળતા રોડની બોલેરો ગાડીમા બેસી રેકી કરાવી મૃતકના ફોટાને મોબાઇલમા બતાવી ઓળખ કરાવેલી અને આ ગુનામા બોલેરો ગાડીથી સતત રોડ ઉપર મૃતકની વોચ હતી.અને હિરેનભાઇ પટેલ રોડ ઉપર મોનિંગ વોકમાં નિકળેલ દરમ્યાન ઇરફાન પાડાએ તેઓને દૂરથી બતાવી ઓળખ કરાવેલી ત્યારબાદ બોલેરો ગાડીની પાછળ ઉભી રાખેલ બોલેરો પીકઅપ ગાડીમા બેસી જઇ તેના સાગરીત મારફતે બોલેરો પીકઅપ ગાડીથી મૃતક શ્રીને પાછળથી ટક્કર મારી માથામા ગંભીર ઇજાઓ પહોચાડી આગળ જઇ પીકઅપ ગાડીમાંથી ઉતરી જઇ બોલેરો ગાડીમા બેસી દાહોદ જઇ તેના સાગરીતોને બોલેરો ગાડી લઇ એમ.પી.તરફ નાસી છૂટવા આરોપીઓએ જણાવ્યું હતુ.અને પોતે દાહોદ ખાતે રેલ્વે સ્ટેશનના પાર્કીંગમા મુકી રાખેલ ફોર્ડ ફીગો ગાડીમા બેસી નાસી છૂટેલાનું પણ આરોપીએ કબુલાત કરી હતી.

સમગ્ર ઘટનાને અંજામ આપનાર ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ અને અજય કલાલ જેલમાં મુલાકાત બાદ મિત્રતા થઇ અને બાદમાં કાવતરું રચી ઘટનાને અંજામ આપ્યો:પરદા પાછળના માસ્ટરમાઈન્ડની શોધખોળના ધમધમાટમાં અન્ય ચેહરા બેનકાબ થવાની વકી 

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યોઆ ગુનાનો મુખ્ય આરોપી કાવતરૂ રચનાર ઇરફાન સીરાજ પાડા રહે.ગોધરાનાની વિરૂધ્ધમા કુલ-૧૭ ગુન્હાઓ નોધાયેલ છે.તેમજ ગોધરા રેલ્વે હત્યાકાંડ ૨૦૦૨ મા આ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામા આવેલી છે.અને છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર છે.(૨) આરોપી સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ રહે.શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) નાની વિરૂધ્ધમમા ગુજરાત અને મધ્યપ્રદેશમા ગેરકાયદેસર હથીયારના તેમજ મર્ડર તેમજ લૂંટના કુલ- ૦૫ ગુન્હાઓ નોધાયેલ છે. આ આરોપી જેલ સમય દરમ્યાન તેની સાથેના આરોપી ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ અને જેલમાંથી છૂટી ગયા બાદ પણ ઇરફાન પાડા સાથે સંપર્કમા રહી આ કાવતરૂ કર્યું હતુ. (૩) અજય હિંમત કલાલ રહે.ઝાલોદનાનો પાસાના ગુનામા જેલમા હતો.તે દરમ્યાન ઇરફાન પાડા સાથે સંપર્કમા આવેલ અને જામીન ઉપર મુકત થયા બાદ ફોનથી સંપર્કમા રહેલ અને દાહોદ અને ઝાલોદ ખાતે ઇરફાન પાડા સાથે મુલાકાત કરી કાવતરૂ રચી, સોપારી આપી હતી અને તેની વિરૂધ્ધમા પ્રોહી બિશનના કુલ ૦૫ થી વધુ ગુન્હા નોધાયેલ છે. વધુમા અજય કલાલની સાથે કોણ કોણ સંડોવાયેલ છે.તથા તેની સાથે આ કૃત્ય કરવા કોણ સામેલ હતો.તેની ધનિષ્ઠ અને તટસ્થ તપાસ ચાલુ છે. આ અતિગંભીર મામલામાં અનેક ચહેરાઓ સંડોવાયેલ હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.ત્યારે પોલીસે આ તરફ પણ તપાસનો ધમધમાટ આરંભી ચુકી છે અને ભવિષ્યમાં આ ઘટનામાં સંડોવાયેલ વધુ ચહેરાઓ બહાર આવવાની પુરે પુરી શક્યાતાઓ વર્તાઈ રહી છે.

ચકચારી બનાવના પર્દાફાશ બાદ રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાયો:મોટા માથાનો નામ ખુલવાની ચર્ચાઓને લઇ કેટલાક નેતાઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાની ચર્ચાઓ

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યો સમગ્ર મામલો બહાર આવતા ઝાલોદમાં ટોળેટોળા રોડ પર ભેગા થયાં

ઝાલોદનો ચકચાર બનાવ અકસ્માત નહીં પરંતુ પુર્વ આયોજીત હત્યા હોવાનું બહાર આવતાં જ સમગ્ર પંથકમાં અને ખાસ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસે બનાવ સંદર્ભે આરોપીઓને સમગ્ર ઘટનામાં વપરાયેલ મોટર કારોને કબજે લીધી છે ત્યારે આ બનાવમાં રાજકીય પ્રેરણા કોણી? તેની ગુથ્થી ઉકેલવામાં પોલીસ લાગી છે. પ્રારંભીક તપાસમાં આ હત્યા રાજકીય હોવાનું કહેવાય રહ્યું છે.ત્યારે ઝાલોદ પંથકમાં ચૌરેને ચૌટે ખુલ્લેઆમ હત્યા કોણા ઈશારે કરાઈ છે? તેનો છુપો ગણગણાટ વહેતો થવા પામ્યો છે. સમગ્ર હત્યા પાછળ સ્થાનીક સ્વરાજની સંસ્થામાં સત્તા મેળવવાની દોડ કેન્દ્ર સ્થાને હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાે કે, આધારભુત અંતર્ગત દ્વારા મળતી માહિતી અંતર્ગત આ હત્યામાં સંડોવાયેલ હોવાના મનાતા કેટલાક મોટા માથાઓ હાલ ભુગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. સમગ્ર હત્યાનું કનેક્શન ગોધરા કાંડ સુધી પહોંચતા પોલીસ માટે આમાં હજુ પણ ઝીણવટ ભરી તપાસ કરવી આવશ્યક બની છે. હાલ ભલે અકસ્માત નહીં પણ હત્યા હોવાનું બહાર આવવા પામ્યું છે પણ વહેલામાં વહેલી તકે કોણા માટે? કોણા ઈશારે? સોપારી અપાઈ હતી. તેનો ભેદ ઉકેલવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.

સમગ્ર ઘટનાને અંજામ આપનાર અને સોપારી લેનાર ગોધરા હત્યાકાંડમાં સજા પામેલ આરોપી:સમગ્ર કાવતરાને અંજામ આપવા માટે અડધા કરોડ ઉપરાંતની કોન્ટ્રાકટ કિલિંગની ડીલ થઇ હોવાનું અનુમાન 

 

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યોજિલ્લા પોલીસવડા પહોંચ્યા એલ.સી.બી કચેરી

ઝાલોદ ખાતેનો આ બનાવ ન હીટ એન્ડ રન, ન અકસ્માત હોવાની મીસ્ટ્રી બહાર આવી નથી.પરંતુ સમગ્ર બનાવ પુર્વ આયોજીત કાવતરાનું અને આ પંથકમાં પ્રથમવાર ફિલ્મી ગેંગસ્ટર જેમ પુર્વ યોજીત હત્યા હોવાનું બહાર આવ્યું છે.ત્યારે આખે આખી એક ફિલ્મી નિર્માણ થઈ શકે તેવી આ ઘટનામાં અધધ થઈ જાય તેટલી રકમની સોપારી અપાઈ હોવાનું જાણમાં આવ્યું છે. અડધા કરોડ કરતાં પણ વધુ રકમની સોપારીની રકમમાં પ્રથમ હપ્તે ચુકવાયેલ રકમમાં ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના સજા ભોગવી રહેલા પણ હાલ પેરોલ ફ્લોની જમ્પ કરી છેલ્લા એક વર્ષથી નાસતા ફરતાં અને જેની એ.ટી.એસ.થી માંડી સમગ્ર ગુજરાત પોલીસ જેને શોધી રહી હતી. તેવા ખુંખાર અને માસ્ટર માઈન્ડ ઈરફાન પાડાને ચાર લાખ રૂપીયા આપ્યા હતા.તેમાંથી આ ઈરફાન પાડાએ ફોર્ડ ફિગો ખરીદી હતી.અને તેને દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં મુકી તેના સાગરીતો સાથે બોલેરોમાં ઝાલોદ ખાતે ગયો હતો. હત્યાને અંજામ આપી આ ઈરફાન પરત દાહોદ આવી તેની ફોર્ડ ફીગો ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલાના પર્દાફાશ બાદ ઝાલોદના બજારો બંધ:આરોપીના ઘરે તોડ બાદ અજંપાભરી શાંતિ,પોલીસનો ખડકલો કરાયો

ઝાલોદના મુવાડામાં 17 દિવસ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામનાર પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ હિરેન પટેલની હત્યા થયાનો ઘટસ્ફોટ,દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ,જસ્ટિસ ફોર હિરેન પટેલ કેમ્પેનને પોલીસે ગંભીરતાથી લીધુ,ઝાલોદના અજય કલાલે ગોધરા કાંડના આરોપી ઈરફાન પાડાને હિરેન પટેલ ની હત્યા માટે ચાર લાખની સોપારી આપી,ઘટનાસ્થળ નજીકના પેટ્રોલ પંપ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બોલેરો જીપની શંકાસ્પદ હિલચાલ અને સાયબર ક્રાઇમની મદદથી હત્યાના કાવતરાનો પર્દાફાશ,ઇરફાને મધ્યપ્રદેશના બે સાગરીતોની મદદથી હત્યાને અંજામ આપ્યોઝાલોદના બજારો ટપોટપ બંધ થયાં

હાલ મળતી માહિતી પ્રમાણે ઝાલોદ નગરમાં ઘટનાના પ્રત્યાઘાતો પડતાં જ તોડફોડ સહિતની પરિસ્થિતીએ નિર્માણ લીધુ હતું અને દાહોદ જિલ્લાની તમામ પોલીસ ફોર્સ ઝાલોદ ખાતે રવાના થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઝાલોદમાં પોલીસ દ્વારા તોડફોડ કરનાર વ્યક્તિઓને કાબુમાં લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.અને હાલ ભયભીત માહૌલ વચ્ચે ઝાલોદ નગરમાં તમામ લોકોએ પોત પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દેતા ઝાલોદ નગર સજ્જડ બંધ રહેવા પામ્યું છે.જોકે ઉપ પ્રમુખના વોર્ડના નગરજનો તેમજ કેટલાક લોકોએ અજય કલાલના ઘરે તેમજ તેમના ભાઈની દુકાને તોડફોડ કરી નાખી હતી.

હિરેન પટેલ હત્યાકાંડમાં વપરાયેલ વાહન પોલિસ પકડથી દૂર:વાહનને ડિસ્ટ્રોય કરાઈ હોવાની આશંકા:પોલિસ માટે પડકારરૂપ 

સમગ્ર હત્યાકાંડમાં વપરાયેલા વાહનો પૈકી રેકી કરવામાં જેનો મહત્તમ ઉપયોગ થયો હતો તેવા બે વાહનો પોલીસે કબજે કર્યા છે પરંતુ જે વાહનથી હિરેન પટેલને ટક્કર મારવામાં આવી હતી અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી તે બોલેરો પીકઅપ ગાડી ડાલા જેવું દેખાતું વાહન હજી પોલીસની ગીરફ્તથી બહાર રહેવા પામ્યું છે ત્યારે આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછમાં આ વાહન કોનું હતુ? ક્યાંથી લવાયું હતું? તે પણ બહાર લાવવાનું જરૂરી બન્યું છે. હત્યામાં વપરાયેલ તે વાહન કોઈ કબાડી ખાનામાં ઓગાળી તો નથી દેવાયું ને? તે પણ એક પ્રશ્ન છે. કારણ કે, પુર્વ આયોજીત આ કાવતરામાં સાતીર ગુન્હેગારોએ પુરાવાનો નાશ કરવા સમગ્ર ગાડીને ભંગાર બનાવી સ્ક્રેપમાં વેચી દેવાનું નકારી શકાતું નથી. ૫૦ લાખ કરતાં પણ વધુ રકમની સોપારીમાં વાહનને ડિસ્ટ્રોય કરવાની કિંમત પણ સામેલ હોવાનું ગણાવાઈ રહ્યું છે ત્યારે પોલીસ માટે હત્યામાં વપરાયેલ વાહન સોંધવું પડકારરૂપ હોવાનું લાગી રહ્યું છે.સમગ્ર ઘટનામાં મે.ડી.જી.પી.સાહેબ ગુજરાત રાજ્ય, ગાંધીગનર દ્વારા અંગત રસ લઈ સતત સુચના અને માર્ગદર્શન પુરૂ પાડતા આ ગંભીર ગુનાને સોધી કાઢવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમોને પણ દાહોદ પોલીસ સાથે મદદમાં મોકલી આપી હતી.

error: Content is protected !!