Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા કોરોના સંક્રમણને રોકવા વેપારીઓએ સ્વેચ્છાએ વેપાર-ધંધા બંધ રાખ્યા:સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વેપારીઓએ કર્યો નિર્ણય

ફતેપુરા કોરોના સંક્રમણને રોકવા વેપારીઓએ સ્વેચ્છાએ વેપાર-ધંધા બંધ રાખ્યા:સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વેપારીઓએ કર્યો નિર્ણય

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા કોરોના સંક્રમણને રોકવા વેપારીઓએ સ્વેચ્છાએ વેપાર-ધંધા બંધ રાખ્યા,ખરીદી અર્થે ટોળેટોળા ઉમટી પડતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વેપારીઓએ કર્યો નિર્ણય.

સુખસર તા.16

કોરોના સંક્રમણ ને લઇ લોકડાઉનની મુદત વધારી છે. ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે છૂટછાટ આપવામાં આવી છે.જેમાં ફતેપુરાના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ વેપાર-ધંધા બંધ રાખવા માટે મામલતદાર સાથે ચર્ચા કરવામાં આવી હતી.ખરીદી અર્થે મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટી પડતા હોવાથી વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના ત્રણ કેસ બહાર આવી ચૂક્યા છે.જેને લઇને વહીવટી તંત્ર સક્રિય થઇ ગયું છે.તેમજ પ્રજામાં પણ ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે.રાજસ્થાનમાં કુશલગઢમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં દિન-પ્રતિદિન વધારો નોંધાયો છે.ફતેપુરા રાજસ્થાનમાંથી અવર-જવર થતી હોવાને લઇ ગ્રામજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.જેથી ફતેપુરાના વેપારીઓ દ્વારા 20 એપ્રિલ સુધી સ્વેચ્છાએ વેપાર ધંધા બંધ રાખવા બાબતે મામલતદાર ને જાણ કરવામાં આવી હતી. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ના સમય દરમિયાન ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.લોકો દ્વારા સોશિયલ ડીસ્ટન્ટ જાળવવામાં આવતું નથી.અને ટોળેટોળા આવતા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા ને લઇ વેપારીઓ દ્વારા વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારના રોજ દવાખાના મેડિકલ સ્ટોર દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખી વેપારીઓએ બંધ પાળ્યો હતો.

error: Content is protected !!