ફતેપુરા અંબાજી મંદિર ખાતે આઠમનુ હવન કરવામાં આવ્યું,કોરોનાને ધ્યાનમાં રાખી ભક્તોની પાંખી હાજરી

Editor Dahod Live
1 Min Read

  વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા અંબાજી મંદિર ખાતે આઠમનુ હવન કરવામાં આવ્યું,કોરોનાને ધ્યાનમાં રાખી ભક્તોની પાંખી હાજરી

ફતેપુરા તા.24

ફતેપુરા નગરમાં નવરાત્રિના આઠમના દિવસે અંબાજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમ નુ હવન કરવામાં આવ્યું હતુ પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને હવન કરવામા આવ્યુ હતું ફતેપુરામાં દર વખતે ગરબાની રમઝટ બોલે છે અને હવનમા પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને માતાજીની પૂજા આરાધના કરે છે.ત્યારે હાલ સરકાર ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સનુ ધ્યાન રાખી અને બહુ જ ઓછી સંખ્યામાં માતાજીનો હવન માતાજીના મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.

Share This Article